Placeholder canvas

ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના…

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાશે.

આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પોરબંદરમાં પણ પવન સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અંગે આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે, સુરત, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધીમીધારે વરસાદ રહેશે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીંવત્ છે. જ્યારે ઉત્તર ભારતમાં વરસાદી ટ્રફને કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

આ સમાચારને શેર કરો