Placeholder canvas

પંચાસીયા: કિશાન સેવા સહકારી મંડળી લી.ના વહીવટદાર તરીકે આર.વી.પંડિયા મુકાયા

વાંકાનેર: પંચાસીયા ગામની શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી.માં થયેલી ગુપ્ત (બેઠા થાળે) ચૂંટણી રદ કરવાની અરજી લવાદ કોર્ટમાં કરવામાં આવી હતી તેમનો ગઈકાલે ચુકાદો આવી ગયો છે. આ ચુકાદામાં બેઠાથાળે કરવામાં આવેલી ચૂંટણી રદ કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લા રજીસ્ટારને તટસ્થ ચૂંટણી અધિકારીની નિમણુંક કરીને એક મહિનાની અંદર ફરી ચૂંટણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

મંડળીનો વહીવટ ખોરવાય નહીં તે માટે જિલ્લા રજીસ્ટાર મોરબી દ્વારા પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીના વહીવટદાર તરીકે આર. વી. પંડિયા (ઓડિટર વર્ગ 2,સહકારી મંડળી મોરબી)ને મુકવામાં આવ્યા છે.

આમ શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાનો વહીવટ હવે બેઠા થાળે કરેલી ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા વ્યવસ્થાપક કમિટીના સભ્યો નહીં પણ વહીવટદાર કરશે અને એક મહિનાની અંદર ફરીથી ચૂંટણી થશે ત્યારે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે ? અને કેમાં કેટલી તાકાત છે ? અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હજુ લવાદ કોર્ટ બાદ ઉપરના વિકલ્પો છે, ન્યાય માળખું ખુલ્લું છે. પરંતુ આ ચુકાદાથી વાંકાનેરના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે..

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો