Placeholder canvas

11 વર્ષની માસુમ બાળાનો દેહ પીંખી હત્યા કરનાર હવસખોરને સજા-એ-મોત

એક વર્ષ પહેલાં બનેલા દુષ્કર્મ – હત્યાના કેસમાં કોર્ટે એક આરોપીને દોષી ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. જ્યારે મદદગારી કરનાર આરોપીને પણ દોષી ઠેરવી આજીવન કારાવાસની સજાનો ચુકાદો બારડોલી કોર્ટે આપ્યો છે.


સુરત નજીક આવેલા પલસાણા તાલુકાના જોળવા ગામે 20 ફેબ્રુઆરી 2022ના રોજ બનેલ બનાવમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે ગુનામાં મુખ્ય આરોપી સાથે મદદગારી કરનાર શખ્સ સામે પણ ગુનો નોંધાયો હતો. બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યાના કેસમાં બે આરોપીને સોમવારે સુનાવણી હાથ ધરાઈ હતી, બારડોલી સેસન્સ કોર્ટના સાતમા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ બી.જી. ગોલાણીએ આ કેસના મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી છે. તો મદદગારી કરનાર કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારાઈ છે.

કેસ અંગે વિગતો આપતા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, કેસમાં 42 જેટલા સાક્ષીઓને તપાસાયા હતા. આરોપીઓનું કૃત્ય નિર્દયી હતું. માસૂમ બાળકીને લોહી લુહાણ હાલતમાં છોડીને આરોપીઓ રૂમમાં બંધ કરીને નાસી ગયા હતા. એક એપાર્ટમેન્ટમાં રહેતું દંપતી પરિવારે બાળકીને શોધી કાઢી હતી અને તેને તુરંત સારવાર માટે લઈ ગયા હતા. જોકે આરોપીઓની ક્રુરતાનો શિકાર બનેલી માસૂમ બાળકીએ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું. માનવતાને લજાવે તેવું કૃત્ય હોવાથી કેપિટલ પનિશમેન્ટની સજાની માગ કરાઈ હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને એકને ફાંસી અને સહાયતા કરનારને આજીવન કેદની સજા ફટકારી છે.

આ સમાચારને શેર કરો