Placeholder canvas

રાજકોટ:ફઇએ ઠબકો આપ્યો તો ભત્રીજાએ છરી મારી દીધી !!

રાજકોટ : પેડક રોડ પર પૌત્રને મોડી રાત સુધી ઘર બહાર બેસવાની ના પાડતા મહિલા સફાઈ કામદાર પર ઉશ્કેરાયેલા તેના ભત્રીજાએ છરીથી હુમલો કરતા સારવારમાં ખસેડવા પડ્યા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી ઈન્દુબેન બાબુભાઈ પરમાર (ઉ.વ.56) (રહે.વાલ્મીકી આવાસ યોજના કવાર્ટસ નં .12,પેડક રોડ) એ જણાવ્યું હતું કે, તે આરએમસીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે.

ગતરોજ તેનો પૌત્ર રાજ રાતના સમયે તેમના બ્લોક નીચે તેના ભાઈના દિકરા સોહિલ ઉર્ફે ઢમકો સાથે બેઠો હતો. જેને તે બોલાવવા ગયેલ અને રાજને ઠપકો આપેલ કે, તારે રાત્રે મોડે સુધી બેસવાનું નહી તેવું કહેતાં સાહિલ ઉશ્કેરાઈ ગયેલ અને છરીથી પડખાના ભાગમાં ઘા ઝીંકી દિધો હતો. તેમને રાડારાડી કરી મુકતા તેના પતિ બચાવવા વચ્ચે પડતાં તેને પણ સાહિલે છરી ઝીંકી નાસી છૂટ્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો