Placeholder canvas

જામનગર LCBએ 15 જેટલા ગુન્હામાં સંડોવાયેલ વાંકાનેરની ‘મદારી ગેંગ’ને પકકડી પાડી.

વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધા બાદ બીમારીઓ દુર કરવાના તેમજ ધનપ્રાપ્તિની લાલચ આપી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ.1,28,74,500/- ની છેતરપીંડી લૂંટ આચરનાર “મદારી ગેંગ” ઝડપાઈ

જામનગર સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવાના અને ધનપ્રાપ્તિની લાલચ આપી અને લોકો પાસે નાણા અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ગેંગ જે સાધુ જેવા કપડા ધારણ કરીને ફરતી હતી તે મદારી ગેંગના ચાર ઇસમોને જામનગર એલસીબીએ વાંકાનેર નજીકથી ઝડપી પાડ્યા બાદ આજે જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ અંગેની વધુ વિગતો જાહેર કરી હતી, થોડા દિવસો પૂર્વે આ ગેંગે જામનગરના જામજોધપુરમાં ગીંગણી ગામના સરપંચ રમેશભાઇ હંસરાજભાઇ કાલરીયાને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધા બાદ બીમારીઓ દુર કરવાના તેમજ ધનપ્રાપ્તિની લાલચ આપી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ.1,28,74,500/- ની છેતરપીંડી લૂંટ આચરનાર “મદારી ગેંગ” ઝડપાઈ ગયા બાદ રાજ્યના જુદા જુદા શહેરોમાં આ ગેંગે આવા 15 ગુન્હાઓ આચર્યાનું સામે આવ્યું છે.

જામનગર એલસીબી પી.આઈ.જે.વી.ચૌધરીના નેતૃત્વ વાળી ટીમો આ ગુન્હો ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, જામજોધપુર, રાજકોટ,મોરબી,વાંકાનેર મુકામે શંકાસ્પદ ઇસમોની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ, આ દરમ્યાન એલસીબી એ.એસ.આઈ સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા નિર્મળસિંહ જાડેજા દરમ્યાન અંગત વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે, જામજોધપુર નજીક છેતરપીંડી કરવા વાળા સાધુ વેશધારી ઇસમો ઇકો કાર નંબર GJ-13 AR-7675 ની લઇ ને લાલપુર જામનગર તરફ આવી રહેલ હોવાની બાતમીદારોથી હકિકત આધારે ઇકો કાર તથા ચાર ઇસમોને પકડી પાડ્યા છે.

આરોપીઓ :- bb
(૧) ધારનાથ જવરનાથ સૉલંકી (મદારી) રહે. ભોજપરા મદારી વસાહત તા. વાકાનેર જી. મોરબી
(૨) રૂમાલનાથ સુરમનાથ પરમાર (મદારી) રહે. ભોજપરા તા.વાકાનેર જી.મોરબી
(૩) જોગનાથ કાળુનાથ પરમાર (મદારી) રહે, ભોજપરા તા.વાકાનેર જી. મોરબી
(૪) વિજય જવરનાથ સોલંકી (મદારી) રહે. ભોજપરા તા.વાકાનેર જી.મોરબી

ફરાર આરોપીઓ :-
(૧) બહાદુરનાથ સુરેમનાથ પરમાર રહે. ભોજપરા તા. વાકાનેર જી. મોરબી
(૨) જાલમનાય વિરમનાથ પરમાર રહે. ભોજપરા તા. વાકાનેર જી. મોરબી

આ રીતે ગુન્હાઓ આચારતા :-
ઝડપાયેલા ચારેય આરોપીઓ સાધુના ભગવા કપડા પહેરી વેશધારણ કરી, જેમાં ચાર પૈકી એક ઇસમ ગુરૂ મહારાજ બની દિગંબર અવસ્થા ધારણ કરી, ફરીયાદીના ગામે આવી રૂદ્રાક્ષની માળા આપી, પરિવારમાં બિમારીઓ દુર કરી આપવાનું બહાનુ તથા કરોડો રૂપીયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ધાર્મિક વિધિ ધૂપ તથા પુજા કરવાથી ધન પ્રાપ્તી થશે તેમજ બીમારી દૂર થશે તેમ કહી ફરીયાદીને ચમત્કાર બતાવી, રૂપીયા બતાવી વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવી ધુપની શીશી આપી એક પતરાની પેટીમા કરોડો રૂપીયા ભરી આપી પેટીને ધૂપ આપવા જણાવી છેતરપીંડી કરી ત્યાર બાદ વધુ પૈસા ફરીયાદી પાસે માગતા વધુ પૈસા ન થતા ફરીયાદીને માર મારી લૂંટ ચલાવતા હતા.

મદારી ગેંગના 15 ગુનાહો :-
(1) એકાદ વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારુનાથ તથા વિજયનાથે સાથે મળી મુળીથી સુરેન્દ્રનગર રોડ વચ્ચે એક ભાઇની પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 1,50,000/- પડાવી લીધેલ હતા.
(2) ચારેક મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી પાસે એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 30,000/- પડાવી લીધેલ હતા.
(3) બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી ગીરસોમનાથ જીલ્લાના ઉના શહેરમાં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 5,00,000/- પડાવી લીધેલ હતા.
(4) બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી અમરેલી જીલ્લાના રાજુલામાંથી એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 2,00,000/- પડાવી લીધેલ હતા.
(5) એક વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી જુનાગઢ શહેર માં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 1,50,000/- પડાવી લીધેલ હતા.
(6) બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી પોરબંદર શહેર મા એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 60,000- પડાવી લીધેલ હતા.
(7) એક વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી સુરેન્દ્રનગર જીલ્લાના હળવદ ખાતે એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 2,00,000/- પડાવી લીધેલ હતા.
(8) બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ, ગોરખનાથ તથા મેરખનાથએ સાથે મળી દિવ શહેરમાં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 5,00,000/- પડાવી લીધેલ હતા.
(9) બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા મેરખનાથ એ સાથે મળી સુરત શહેરમાં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 10,00,000/- પડાવી લીધેલ હતા.
(10) બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી કચ્છમાં ગાંધીધામ શહેર માં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 15,000/- પડાવી લીધેલ હતા.
(11) બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી કચ્છમાં ભુજ શહેરમા એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 25,000/- પડાવી લીધેલ હતા.
(12) છ મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી મોરબી શહેરમાં નવલખી ફાટક પાસે એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 25,000/- પડાવી લીધેલ હતા.
(13) ચાર મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ, મુનાનાથ તથા વિજયનાથે સાથે મળી સુરેન્દ્રનગર જીલ્લાના લખતર વઢવાણ પાસેથી એક ભાઇ પાસેથી ધાર્મીકવીધી કરવાના બહાને રૂ1,50,000/- પડાવી લીધેલ હતા.
(14) બે મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના સુદવડગામે એક ભાઇ પાસેથી ધાર્મીકવીધી કરવાના બહાને રૂ 87,500/- પડાવી લીધેલ હતા.
(15) દોઢ મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ જોગનાથ તથા વિજયનાથે સાથે મળી રાજકોટ જીલ્લાના પાટણવાવની બાજુમા મોટીમારડથી વાડોડ રોડ ઉપર એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને એક તોલાની સોનાની વીંટી પડાવી લીધેલ હતી.

આ સમાચારને શેર કરો