Placeholder canvas

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી…

મોરબી :મોરબીના ઝૂલતા પુલની થયેલ દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. તેમજ પિટિશનમાં દેશની હેરિટેજ ઈમારતોને લોકો માટે સુરક્ષિત ગણવાની માંગ કરવામાં આવી છે. આવી બાબતો પર ધ્યાન આપવા માટે દરેક રાજ્યમાં વિશેષ વિભાગ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં વિશાલ તિવારી નામના વ્યક્તિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે જે વ્યવસાયે વકીલ પણ છે. મોરબી ઝૂલતા પુલ અકસ્માત અંગે અત્યાર સુધીમાં આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનાની ન્યાયિક તપાસ માટે સુપીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થતા તપાસ વધુ વેગવતી બનશે.

વધુમાં જાહેર હિતની અરજી કરનારે મોરબી જેવી ઘટના દેશના અન્ય આવી જગ્યાઓ ઉપર ન બને તે માટે આવા સ્થળો ઉપર ભીડ નિયંત્રણ કરવા પગલાં ભરવામાં આવે તેવી કોર્ટ સમક્ષ માંગ કરી છે.

આ સમાચારને શેર કરો