Placeholder canvas

મોરબી મોદી આવવાથી આમ આદમી પાર્ટીના નેતા નજરકેદ કરાયા.

મોરબી: આજે મોરબીમા pm મોદી આવતા હોય ત્યારે પ્રશાસનની બેદરકારીના કારણે જે પુલ દુર્ઘટના બની છે, એમાં ઘણા બધા નિર્દોષ લોકોના મોત થયા છે એના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસર પગલા લેવાય તથા ઘણા વરસોથી મોરબી સિવિલ હોસ્પિટલમા નાના માણસોને પીવા માટે પાણીની વ્યવસ્થા તથા ડિલિવરી રૂમમાં કોઈ સારા બાથરૂમની વ્યવસ્થા ન હતી વારંવાર ફરિયાદ કરતા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા મા આવતા ન હતા. જ્યારે pm મોદી મુલાકાતે પધારતા હોય ત્યારે મોરબીમા આવી દુઃખદ ઘટના બની હોય છતાં મોરબી તંત્ર દ્વારા સાહેબને સારું લાગવા માટે રાતોરાત જે હોસ્પિટલ નવી દુલ્હન ની જેમ સજાવટ કરતા હતા શરમ આવી જોઈ.

મોરબી તંત્ર ને આવા પ્રજા ના પ્રશ્નો રજુવાત કરવા માટે ગત રાત્રે મોરબી ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા કે જે હંમેશા પ્રજાના પ્રશ્રોને વાચા આપવા માટે તંત્ર સામે અવાજ ઉઠાવતા આવ્યા છે અને તેમની સાથે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને આમ આદમી પાર્ટીના ના કાર્યકરો ગયા હતા અને તેમને તંત્રને સવાલ કર્યા હતાં. આ વાત ના ડર અને પોતાની પોલ છતી ના થાય તે માટે તંત્ર દ્વારા આમ આદમી પાર્ટી ના નેતા તથા કાર્યકરો ને નજર કેદ કરવા મા આવ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HXcZmc55kbhLi4yr9UOSt2

આ સમાચારને શેર કરો