Placeholder canvas

ચોટીલા હાઇવે પર આવેલ કોમ્પ્લેક્ષ માંથી દેહવ્યાપાર ઝડપાયો

ચોટીલા : સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે અમુક ઇસમો દ્વારા બહારથી લલનાઓ બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરતા હોય તેવી અસામાજીક પ્રવૃતિ શોધી કાઢી આવા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અંગે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદીએ જરૂરી સુચના માર્ગદર્શન કરેલ જે સુચના અન્વયે એલ.સી.બી. પો.સબ, વી.વી.ત્રીવેદી દ્વારા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તથા પેરોલ ફર્લો સ્કોડના મહિલા પો.સબ.ઇન્સ. સી.એ.એરવાડીયા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફની ટીમો બનાવી ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચોકકસ બાતમી મેળવી આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન ચંન્દ્રમૌલી ઉર્ફે અનીલભાઇ રોજાસરા ઉવ રહ રહે.ચોટીલા ઘાનરોડ, ભુમિ સોસાયટી તથા આરોપી-ર ભરત ઉકાભાઇ શેખ ઉવ.27 રહે ચોટીલા વૃન્દાવન સોસાયટી, સપના હોટલ પાછળ, વાળાએ ભેગા મળી ચોટીલા ટાઉનમાં નેહા રોડ ઉપર આવેલ શન શાઇન હોટલની સામે હીરોના શોરૂમની ઉપરના માળે આવેલ કુલ-6 રૂમ વાળી જગ્યા આરોપી જીવણભાઇ નાગજીભાઇ મકવાણા રહે.ચોટીલા પાળીયાદ રોડ વાળા પાસેથી દેહવ્યપારનો ધંધો કરવા અંગેની જાણ કરી તે માટેથી રૂ.80,000/- ના માસીક ભાડાથી રાખવા માં આવી હતી.

પોતાના આર્થિક ફાયદા સારૂ બહારથી લલનાઓને બોલાવી ત્યા રાખી તે મહિલાઓ પાસેથી દેહવ્યાપારનો ધંધો કરાવી આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પુરી પાર્ટી, મહિલાઓને કમાણીનું સાધન બનાવી દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવી તેમજ આરોપી મહેશ ભુપતભાઇ ખાચર ઉવ.29 રહે.કુંઢડા તા.ચોટીલા વાળાએ પોતાના કોન્ટેક વાળા ગ્રાહકોને સદર જગ્યાએ શરીર સુખ માણવા લાવી ગ્રાહક દીઠ કમીશન મેળવી તથા આરોપી રાહુલ પ્રેમજીભાઇ વાધેલા ઉવ.20 રહે.ચોટીલા શાસ્ત્રીનગર તથા આરોપી નીમીત્ર કિશોરભાઇ મજીઠીયા ઉવ.23 રહે. ચોટીલા શાસ્ત્રીનગર વાળાઓ ગ્રાહક તરીકે રેઇડ દરમ્યાન મહિલા સાથે કઢંગી હાલતમાં મળી આવી, આરોપી ના-1 થી 5 વાળાઓ રોકડા રૂ.25,010/- તથા મોબાઇલ ફોન-6 કિ.રૂ.30,000/- તથા ડિસ્ટર, બુલેટ, સ્પ્લેન્ડર મો.સા.એમ ત્રણેય કિ.રૂ.3,80,000/- મળી કુલ 1.4,35,310/- નો મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી નં-6 હાજર મળી નહી આવતા તમામ મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ 1956ની કલમ-3, 4, 5, 6, મુજબ ગુન્હો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે રજી. કરાવી આગળની કાર્યવાહીાઘ ધરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો