Placeholder canvas

વાંકાનેર: પરફેક્ટ એગ્રી મોલ દ્રારા ગુરુવારે પ્રગતિશીલ ખેડૂત સંમેલનનું આયોજન

આ સંમેલનમાં જાણીતા કૃષિ નિષ્ણાંત અને વેધર એનાલીસ્ટ પરેશભાઇ ગોસ્વામી સમજણ સમજણ આપશે.

વાંકાનેર: આગામી તા. 18મી મેં અને ગુરુવારે પરફેક્ટ એગ્રી મોલ દ્વારા પ્રગતિશીલ ખેડૂત સંમેલનનું ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે સાંજના 4:30 વાગ્યે આયોજન કરેલ છે.

ખેતીના પાકમાં દિવસે ને દિવસે નવા નવા રોગો અને જીવાતોનું પ્રમાણ વધતું જાય છે અને વાતાવરણ પણ અનિચમીત થતું જાય છે. જેના કારણે પાક ઉત્પાદન પર માઠી અસર પડે છે. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ખેડૂતોએ સમયોચિત જાગૃતતા કેળવવી અને ખેતી વિશે વધુ માહીતગાર બનવું પડશે.

આ બાબતોને ધ્યાનમાં રાખી પરફેકટ એગ્રી મોલ થકી “પ્રગતિશીલ ખેડૂત સંમેલન” નું આયોજન કરેલ છે. આ સંમેલનમાં આપણાં જાણીતા કૃષિ નિષ્ણાંત અને વેધર એનાલીસ્ટ એવા શ્રી પરેશભાઇ ગોસ્વામી નીચે મુજબના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરશે અને સમજણ પુરી પાડશે.

➡️ કઈ રીતે જમીન ફળદ્રુપ બનાવવી.

➡️ કઇ રીતે ખેતી ખર્ચ ઘટાડવો.

➡️ કઇ રીતે પાક ઉત્પાદન વધારવું.

➡️ કઈ રીતે ઓર્ગેનિક ખેતી કરવી.

➡️ ખેડૂતોને મુંજવતા ખેતીના પ્રશ્નોનું નિરાકરણ.

આ સંમેલનમાં સર્વે ખેડૂતમિત્રોને લાભ લેવા પરફેક્ટ એગ્રી મોલ દ્રારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો