Placeholder canvas

સિંધાવદર PHCનાં ખીજડિયા ગામે રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે રેલી કાઢીને આરોગ્ય શિક્ષણ આપ્યુ.

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે.દવે અને જિલ્લા મલેરિયા અધિકારી શ્રી ડૉ.બાવરવાની સૂચના મુજબ આજ રોજ રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળોના વકરે તે માટે રેલીનું આયોજન કરેલ જેના અનુસંધાને THO ડૉ.આરિફ શેરસીયા અને તાલુકા સુપરવાઈઝર વી.એચ.માથકિયાભાઈના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ.દીશીતા મેડમ દ્વારા MPHWની ટીમ બનાવવામાં આવી જે ટીમ દ્વારા PHC હેઠળ ગામમાં મચ્છરનો ઉપદ્રવના થાય અને મચછરજન્ય રોગચાળો વકરે નહીં તેના માટે અલગ અલગ ગામમાં અલગ અલગ પ્રવુતિ દ્વારા આરોગ્ય શિક્ષણ આપેલ.

સિંધાવદર PHC સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા PHC હેઠળ આવતા ગામોને પણ અપીલ કરેલ કે તમારી આજુબાજુમાં જો ઘરમાં પાણી ભરેલા નકામાં પાત્રોનો નાશ કરે અને દર રવિવારે 10 મિનિટ કાઢીને ઘરનાં પાણી ભરેલા પાત્રો ઘસીને સાફ કરે જેમ કે પક્ષી કુંડ, ફ્રીજ ની પાછળ ટ્રે, એંઠવાડ,ઘરનાં ટાંકા,ટાયર નારિયેળ કાછલી, નકામા પાત્રો જોવા મળે તો તેમની સફાઈ કરો આ જુંબેશ માં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના ડેન્ગ્યુમુક્ત અભિયાનને સાકાર કરી શકીએ.

આ સમાચારને શેર કરો