Placeholder canvas

વાંકાનેરમાં શ્રમિકની ચોર સમજીને હત્યા કરનાર 7 આરોપીઓ ઝડપાયા.

વાંકાનેર શહેરમાં થોડા દિવસ પહેલા અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યા બાદ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમમાં આ બનાવ હત્યાનો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી મોરબી એલસીબી અને વાંકાનેર સિટી પોલીસે આ દિશામાં સઘન તપાસ ચાલવીને રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતક શ્રમિક હોવાનું અને ચોર સમજીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલતા આ હત્યા કરનાર સાત આરોપીઓને દબોચી લેવાયા છે.

વાંકાનેર શહેરમાં જુના લુણીસરીયા રોડથી વીસીપરા રોડ ઉપર ધમલપરગામની સીમમાં ગઇ તા.૧૦થી તા.૧૨ મેં દરમ્યાન એક અજાણ્યો માણસ જેની ઉ.વ.૨૨ વર્ષના કોઇ અજાણ્યો ભીક્ષુક જેવો લાગતો પુરૂષ બેભાન હાલતમાં મળી આવેલ હોય જેને પ્રથમ વાંકાનેર તથા વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા આ અજાણ્યા પુરૂષના શરીર ઉપર ખુબ જ મુઢ મારના નિશાનો દેખાતા હોય જે પુરૂષનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોય અને તેની લાશનું પી.એમ. કરાવતા તેનું મૃત્યુ મુઢ માર મારવાના કારણે થયેલનું જણાય આવેલ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાવટ કારખાનામાં મજુરી કામ કરતો હોય જે તા.૧૦ના રોજ રાતના સમયથી ઢુવા- માટેલરોડ ઉપર આવેલ બાવટ કારખાના ખાતેથી ગુમ હોય જેની તપાસ કારખાનાના મજુર કોન્ટ્રાકટર કરતા હોય જે કોન્ટ્રાકટરને આ ઇજાગ્રસ્તનો ફોટો બતાવતા તેણે ઇજાગ્રસ્તને ઓળખી લઇ મૃતક કાર્તિકસીંગ રૂધાસીંગ (ઉ.વ.૩૧ રહે. અજોીયા, વાયા નિલાગીરી તા. ચિત્રકૂટ, જિ. બાલેશ્વર ઓડીસા) વાળો હોવાનું જણાવ્યું હતું અને જેને કોઇ અજાણ્યા માણસોએ કોઇ અગમ્ય કારણસર મુંઢ મારમારી મારીનાખી અંગેની અજાણ્યા ઇસમો વિરૂધ્ધ વાંકાનેર સીટી પો.સ્ટે. ફરીયાદ આપતા વાંકાનેર સિટી ખાતે ગઇ તા.૧૩/૦૫/૨૩ નારોજ હત્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસે હાથ ધરી હતી.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા અંગે એલસીબી તથા વાંકાનેર સિટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા માટે તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. તપાસ દરમ્યાન મૃતકને વાંકાનેર લુણસરીયાથી વીસીપરા રોડ, વચ્ચે અજાણ્યા માણસોએ ચોર સમજી બોથડ પદાર્થ દ્વારા મુંઢમાર મારનાર આરોપી બાબતે ખાનગી બાતમીદાર, હ્યુમન ઇન્ટેલીઝન્સ સોર્સીશ મારફતે ચોકકસ હકિકત મોરબી એલસીબીને મળતા જે અનુસંધાને પોલીસે આરોપીઓ સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલભાઇ હાલા (ઉ.વ.૨૨ રહે.હાલ ભાટીયા સોસાયટી,૨૫ મકાન પાસે, વાંકાનેર), સચિન ઉર્ફે ચઢ્યો રસિકભાઇ ગોહિલ (ઉ.વ.૩૮ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીરની બાજુમા વાંકાનેર), પારસભાઇ ઉર્ફે ભજ્જી ભરતભાઇ મકવાણા ( ઉ.વ.૨૬ રહે.ભાટીયા સોસાયટી,રાજગોર સમાજની વાડી પાછળ વાંકાનેર), અમનભાઇ અબ્દુલભાઇ આંબલીયા (ઉ.વ.૧૯ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીર પાછળ વાંકાનેર), યુવરાજસિંહ કપુરજી પરમાર (ઉ.વ.૨૦ રહે.ભાટીયા સોસાયટી,ભુતનાથ મંદીર, પાછળની શેરીમા વાંકાનેર), મોહશીનભાઇ કાસમભાઇ અજમેરી (ઉ.વ.૩૦ રહે.હાલ ભાટીયા સોસા.વાંકાનેર), મકસુદશા ઉર્ફે મખ્ખી કાસમશા શાહમદાર (ઉ.વ.૨૬ રહે.ભાટીયા સોસા.વાંકાનેર)ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો