Placeholder canvas

ફરી પાછો જીરૂના ભાવનો રેકોર્ડ તૂટ્યો: રાજકોટ યાર્ડમાં 8700, ધ્રાંગધ્રામાં 9000 ભાવ

રાજકોટ : જીરૂના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી અટકવાનુ નામ લેતી ન હોય અને નવા-નવા ઉંચા લેવલ થતા હોય તેમ આજે ભાવ નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. રાજકોટ યાર્ડમાં 8680નો ભાવ થયો હતો જયારે ધ્રાંગધ્રા જેવા સેન્ટરમાં રૂા.9000ને આંબી ગયો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે જીરૂમાં 1460 કવીંટલની આવક હતી અને 8000થી 8680ના ભાવ પડયા હતા.

ધ્રાંગધ્રામાં તે 9000ના બોલાયા હતા. વેપારીઓના કહેવા પ્રમાણે હવામાન પલ્ટા-માવઠાથી ઉત્પાદનમાં કાપ, વિદેશોની ધુમ ડીમાંડ જેવા કારણોએ જીરુમાં તેજી સર્જી છે. આવતા દિવસોમાં હજુ તેજી અટકે તેમ નથી. જીરુની સીઝનને હજુ માંડ ત્રણ માસ થયા છે. મોટી નિકાસ થઈ છે. નવી સીઝન આડે હજુ 9 મહિના કાઢવાના રહે છે

ત્યારે ભાવ કયા પહોંચશે તે સવાલ છે. એક વર્ષ જીરુનો ભાવ 10000ને પણ વટાવી જવાનો દાવો કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઉંઝા જીરૂનું મોટુ મથક ગણાતુ હતું. પરંતુ આ સ્થાન રાજકોટે લઈ લીધુ છે. જીરુના ફોરવર્ડ વેપારમાં ઉંઝાના વેપારીઓને એકાદ હજાર કરોડની જંગી નુકશાની ગયાની ચર્ચા થઈ જ રહી છે.

આ સમાચારને શેર કરો