Placeholder canvas

વાંકાનેર: આરોગ્ય વિભાગે પરિમોન્સૂન કામગીરી શરૂ કરી…

વાંકાનેર: આગામી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વઘે નહી તેવા હેતુથી પૂર્વ તૈયારીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી અને નીયંત્રણ પગલાઓ માટે તારીખ ૨૨.૪.૨૦૨૪થી તાલુકા હેલ્થઓફીસ વાંકાનેર દ્રારા સઘન સર્વેલન્સ અભીયાન હાથ ઘરવામાં આવેલ છે.

ચોમાસા દરમ્યાન વાહકજન્ય રોગચાળા ન ફેલાયતે માટે પુર્વ તકેદારીના ભાગ રુપે પાણી ભરવાના ઘર વપરાસના પાત્રોમાં એબેટ સારવાર અને નકામાપાત્રો નો નીકાલ. બહારના બ્રીડીંગ સ્થળોએ ગપપી ફીસ મુકવી સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયત અને નીયંત્રણ માટે લોકોએ શુ-શુ તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શન આપવુ વગેરે પ્રવુતીઓ આજથી સઘન રીંતે હાથ ઘરેલ છે.

તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માં ૯૬ જેટલી ટીંમો બનાવી તમામ ગામના ઘર/વાડીઓના ઘર/કારખાનાઓ વગેરેમાં એન્ટીલાર્વલ કામગીરી આઠ દીવસમાં કરાવામાં આવશે. તે માટે THO ડૉ.આરીફ શેરસીયા તાલુકા હેલ્થ સુપર વાઇઝર અને તમામ પ્રા.આ.કેન્દ્ર- ના મેડીકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ, નકામા ટાયર ઉપરાંત બીનજરુરી પાણી ભરાય તેવા પાત્રો તેનોયોગ્ય નીકાલ બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે. તેમજ વાહક જન્ય રોગચાળો અટકાયતી અને નીયત્રણ અંગે સ્કૂલ માં બાળકો મા પણ જનજાગૃતી આવે તે હેતુથી મચ્છર ના પોરા બતાવી અને બાળકો માં મચ્છર જન્ય રોગ ચાળો કેવી રીતે ફેલાય છે તેનું આરોગ્ય શિક્ષણ આપવા માં આવી રહેલ છે,
વધુમાં

આ તકે THO વાંકાનેર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને મચ્છરજન્ય રોગોને ડામવા મદદરુપ થવા જણાવાયું છે.

આ સમાચારને શેર કરો