Placeholder canvas

વાંકાનેર: સોલિસ ટ્રેકટર અને એબીસી કોર્પોરેશન દ્વારા ગુરુવારે ખેડૂત મિટીંગનું આયોજન…

વાંકાનેર: આગામી તારીખ 25 મી એપ્રિલ અને ગુરુવારના રોજ સોલિસ ટ્રેક્ટરના વાંકાનેરના ઓર્થો. ડીલર એબીસી કોર્પોરેશન દ્વારા એક ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ ખેડૂત મિટિંગમાં ખેડૂતોને ખેતી, ખેતીના પાકો અને ખેતીના સાધનો વિશે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવશે. આ ખેડૂત મિટિંગનું આયોજન સોલિસ ટેકટરના ડીલર એબીસી કોર્પોરેશનના ચંદ્રપુર પાસે અંજલી પ્લાઝામાં આવેલા શોરૂમ ખાતે કરવામાં આવેલ છે. આ ખેડૂત મિટિંગમાં ખેડૂત ભાઈઓને પધારવા માટેનું એબીસી કોર્પોરેશન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. પરંતુ જે ખેડૂત ભાઈઓ આવવા ઇચ્છતા હોય તે મોબાઈલ નં.76008 94202 / 99746 93833 પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મીટીંગનો સમય સવારના 10 થી બપોરના 1 સુધીનો રહેશે, મીટીંગ પછી બપોરે ભોજન વ્યવસ્થા કરેલ છે. અત્રે ઉલ્લેખની છે કે એબીસી કોર્પોરેશન દ્વારા એક વર્ષમાં સોલિસ ટ્રેક્ટરનું 170+ નું વેચાણ કરેલ છે.
અંજની પ્લાઝા,નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
મો.76008 94202 / 99746 93833
આ સમાચારને શેર કરો