Placeholder canvas

મોરબી દુર્ઘટનામાં મૃતકોના આત્માને શાંતિ માટે કાનપર શાળામાં પ્રાર્થના સભા…

વાંકાનેર: કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત કાનપર દ્વારા  મોરબી “કેબલ બ્રિજ દુર્ઘટના” માં મૃત્યુ પામેલ વ્યક્તિઓના આત્માને શાંતિ મળે તે માટે શાળા મુકામે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં મહીકા સી.આર.સી. કો-ઓર્ડીનેટર મેહુલભાઈ હરિયાણીસર, સરપંચશ્રી ,એસ.એમ.સી. અધ્યક્ષશ્રી,  શાળાના શિક્ષક ગણ,ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ ,એસ.એમ.સી. સદસ્યશ્રીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીગણ અને સમગ્ર ગામના નાગરિકોએ હાજરી આપી.

શાળામાં પ્રાર્થના બાદ ,દીપ પ્રાગટ્ય કરી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. તેમજ બાળકોને તથા વાલીશ્રીઓને આકસ્મિક ઘટનાઓમાં ત્વરિત નિર્ણય શક્તિ કેળવાય તેવી વાત શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી હતી.

કોઈપણ કુદરતી કે માનવસર્જિત આફતમાં મનુષ્યએ લોકોની સેવા કરવી જોઈએ. જે વાતની સમગ્ર લોકો સમક્ષ સમજ આપવામાં આવી.
આમ, પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં કાનપર વાસીઓએ હાજરી આપી, દિવંગત આત્માઓને શાંતિ માટે પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી હતી.

આ સમાચારને શેર કરો