Placeholder canvas

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે?

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે જેનો અંત આજે બપોરે 12 વાગ્યે આવશે. આજે ચૂંટણી પંચની બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે

હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે.

આ સમાચારને શેર કરો