Placeholder canvas

નવી પહેલ: રાજકોટમાં હવે ઘેર બેઠા કરી શકાશે પોલીસ ફરિયાદ, 21 જ દિવસમાં આવશે નિવેડો.

રાજકોટ : હવે રાજકોટીયનને જો પોલીસ ફરિયાદ નોંધાવી હોય તો પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી રહે.  જેવી રીતે તમે એક ક્લિક સાથે ઘરે બેઠા વસ્તુઓ મેળવી શકો છો તેવી જ રીતે પોલીસ ફરિયાદ પણ ઘરે બેઠા નોંધાવી શકાશે. રાજકોટ પોલીસ કમિશ્નર દ્રારા આવો સરાહનીય નિર્મય લેવામાં આવ્યો છે.

રાજકોટ પોલીસ કમિશ્નર દ્રારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારુ વાહન કે મોબાઇલ ચોરાઇ જાય તો ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવવાની જરૂર રહેતી નથી. પોલીસ વિભાગની સિટિઝન ફર્સ્ટ એપ થકી ઓનલાઇન એફઆઇઆર નોંધાવી શકે છે.  આ ફરિયાદ નોંધાયાના 21 દિવસમાં જ તેનો નિકાલ કરી દેવામાં આવશે. ફરિયાદનું મોનિટરિંગ કરવામાં આવશે. ફરિયાદ સાચી છે કે ખોટી તે પણ નક્કી કરાશે. હાલમાં વાહનો તથા મોબાઇલ ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં ડિઝિટલ માધ્યમથી ફરિયાદ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે જેનો રાજકોટ વાસીઓને ફાયદો થશે. 

અત્રે ઉલ્લેખન્ય છે કે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શિસ્તભંગને લઇને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ કમિશનર રાજુભાર્ગવે POLICE લખાવનારા પોલીસકર્મીઓ સામે કરી કાર્યવાહી કરી હતી. મહિલા ASI સહિત 7 પોલીસકર્મીઓને સરકારી ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ કર્યો. શિસ્ત ભંગ બદલ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. ત્યારે હવે પોલીસ કમિશનર દ્વારા નવી પહેલ કરવામાં આવી જે રાજકોટ વાસીઓ માટે આવકારદાયક  છે.

આશા રાખીએ કે રાજકોટ પોલીસ કમિશનર જે નિર્ણય લીધો છે તેવો નિર્ણય ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકે પણ લેવામાં આવે એ ઇચ્છનીય છે. હાલમાં ફરિયાદ કરવામાં લોકો એટલા હેરાન થઈ રહ્યા છે કે એ હેરાનગતિના કારણે લોક ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો