Placeholder canvas

શાપરમાં મહિલાની છેડતીના મામલે બે જૂથ વચ્ચે પાઈપથી મારામારી: બે ને ઇજા

રાજકોટ: શાપરમાં પત્નીની છેડતી કર્યાની આક્ષેપ કરી બે રિક્ષાચાલક વચ્ચે સામસામી મારમારીમાં ધોકા અને પાઇપ ઉડતા બન્નેને લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલે સારવારમાં ખસેડાયા હતાં.

આ બનાવ અંગેની વધું વિગત અનુસાર શાપરમાં રહેતાં રાજેશભાઇ પ્રાગજીભાઈ સોલંકી(ઉ.વ.27) ગતરોજ તેમની પત્નીની તેમની શેરીમાંજ રહેતાં રિક્ષાચાલક કિશોર પરમારે છેડતી કાર્યના આક્ષેપ સાથે કરતાં ઉશ્કેરાયેલા કિશોરે ઝઘડો કરી પાઇપ અને સળિયાથી મારમર્યો હતો. સમાપક્ષે ગાળો બોલતા રાજેશ સોલંકીને મર્યાદામાં રહેવાનું કહેતાં રાજેશે અન્ય અનિલ, સુધીર અને અજાણ્યા શખસો ને બોલાવી કિશોર વિપુલભાઈ પરમાર(ઉ.વ.30) પર પાઈપથી હુમલો કર્યો હતો.

સામસામી મારામારીમાં બંને ને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલે સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં સ્ટાફ સિવિલે દોડી જઇ ઇજાગ્રસ્તોના નિવેદન લઈ વધું તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો