મોરબી: શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજમાં તમાકુ મુક્ત શાળા-કોલેજ કાર્યક્રમનું આયોજન

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ આજ તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબી-૨ માં વ્યસનઅંગેની જાગૃતિ અર્થે તમાકુ મુક્ત શાળા-કોલેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યૂ હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનનું પ્રમાણ, તમાકુ છોડવા માટેના ઉપાયો, તમાકુની સામાજિક, આર્થિક અને શારીરિક અસરો વગેરે બાબતો તથા તમાકુ નિયંત્રણ અંગેના કાયદા અંગે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમના અંતમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો.જે.એલ.ગરમોરા દ્વારા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને કાર્યક્રમના માધ્યમથી પોતે વ્યસનમુક્ત રહેવા તથા પોતાના કુટુંબને વ્યસનમુક્ત બનાવવા અંગે અનુરોધ કર્યો હતો.

આ સમાચારને શેર કરો