રાજકોટમાં PSI સાથે માથાકૂટ કરનાર ચોટીલાના ધારાસભ્યના બે ભત્રીજા વિરુધ્ધ 9 દિવસે નોંધાયો ગુન્હો !!
રાજકોટના એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ અને ચોટીલાના ધારાસભ્યના ભત્રીજા વચ્ચે કાર રોકવા બાબતે થયેલી માથાકૂટમાં અંતે પીએસઆઈએ 9 દિવસ બાદ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે જોકે આ મામલે ફરીયાદમાં કાર ચાલકનું નામ અને ઓળખ હોવા છતાં માત્ર કાર નંબરના ચાલકનો ઉલ્લેખ કરી ફરિયાદ નોંધાઈ છે. એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ આર.એન.સાકળીયાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કાર નંબર જિજે-01-ડબ્લ્યુએ-1 નંબરના ચાલક અને તેની સાથેના અજાણ્યા વ્યક્તિનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પીએસઆઈ આર.એન.સાકળીયા પોતાની ટીમ સાથે થર્ટી ફસ્ટના અનુસંધાને તા-30/12/2021 ના સાંજે 4 વાગે વાહન ચેકિંગમાં હતા ત્યારે તેમની સાથે પીએસઆઈ વી.સી.પરમાર તથા કોન્ટેબલ રમણીકભાઇ મગનભાઇ ગોહીલ સાથે રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપર બામણબોર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા એ દરમ્યાન અમદાવાદ તરફથી ફેન્સી નંબર પ્લેટવાળી એમએલએ ગુજરાત લખેલ ગાડી આવતા તેને રોક વાનો ઈશારો કરતા તે કાર ત્યા એક્ઝેટ રોકાયેલ નહી અને થોડે આગળ જઈને રોકાયેલ જેથી પીએસઆઈ આર.એન.સાકળીયાએ ત્યા ગાડી પાસે જતા તે કારનો ચાલક તથા તેની બાજુમા બેસેલ એક વ્યકિતને ફેન્સી નંબર પ્લેટ તથા કારમાં કાચ પણ કાળા હતા તે બાબતે દંડ ભરવાનુ કહેતા બન્ને જણાએ પીએસઆઈ આર.એન.સાકળીયા સાથે બોલા ચાલી કરી ફરજમા રુકાવટ કરી અમારે દંડ નથી ભરવો તથા આ કાર ધારાસભ્યની છે.તમે રોકી ન શકો તેમ કહી ફરજમાં રુકાવટ કરી દંડ ભર્યા વગર કાર લઇ ચાલ્યા ગયેલ પીએસઆઈ આર.એન.સાકળીયા અને ટીમે રોડ પર લાગેલ .સી.ટી.વી કેમેરા ચેક કરતા કરાવતા આ નાસી ગયેલ કારનો રજી.નંબર જિજે-01-ડબ્લ્યુએ-1 ના હોવાનુ જાણવા મળતા કાર ચાલક તથા તેની બાજુમા બેસેલ ઇસમ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનાની સત્ય હકીકત એવી હતી કે એરપોર્ટ પોલીસના પીએસઆઈ આર.એન.સાકળીયાએ વાહન ચેકિંગ કરી દમિયાન ફેન્સી નંબર પ્લેટ અને કાળા કાચ વળી જે કાર રોકી તે કાર ચોટીલાના કોંગી ધારાસભ્ય ઋત્વિક મકવાણાની છે અને પોલીસ સાથે માથાકૂટ કરનાર આ બંન્ને શખ્સો તેના ભત્રીજા છે. જિજે-01-ડબ્લ્યુએ-1 નંબરની આ કાર આગળની બાજુ એમએલએ ગુજરાતની પ્લેટ લગાવેલી હોય છે. આ કાર રોક્યા બાદ અંદર બેઠેલા ધારાસભ્યના બન્ને ભત્રીજાએ નીચે ઉતરીને પીએસઆઈ સાંકળીયા અને પોલીસ સાથે તોછડું વર્તન કરી તારાથી એમએલએની ગાડી રોકાય જ કેમ.તારાથી એમએલએની ગાડી ચેક ન થાયએવું કહીને પીએસઆઈને ફડાકા ઝીંકી દીધા હતા મામલો વધુ ઉગ્ર બનતા ઘટના સ્થળે એસીપી સહિતના પોલીસ અધિકારીઓ પહોચ્યા હતા અને બન્ને શખ્સોને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બન્ને સામે પોલીસ ફરિયાદ માટે પીએસઆઈને અધિકારીઓએ સૂચન કર્યું હતું બાદમાં ચોટીલાના કોંગી ધારાસભ્ય ઋત્વિક મકવાણાના આ બંન્ને ભત્રીજા હોવાનું માલુમ પડતાં એરપોર્ટ પોલીસ ઉપર રાજકીય પ્રેશર થયું હતું.
ત્યાર બાદ આ મામલો વધુ ઉગ્ર બનતા અને ઉચ્ચ કક્ષાના કહેવાતા પોલીસ અધિકારીએ પીએસઆઈને પોતાની ચેમ્બરમાં બોલાવી ફરિયાદ ન નોંધાવવા માટે વધુ પ્રેશર કરતા મામલો થાળી પડ્યો હતો.આ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયામાં મેસ્જ વાઈરલ થયા હતા જેમાં નાગરિક પોતાની ફરિયાદ કરવા પોલીસ પાસે જાય પરંતુ પોલીસ પોતાની ફરિયાદ કોને કરેશે તેમજ જ્યાં પીએસઆઈની ફરિયાદ ન લેવાતી હોય ત્યાં આમ નાગરિકોનું શું થતું હશે આવા વાઈરલ થયેલા મેસેજ બાદ ઉચ્ચ પોલીસ અધિકરીઓએ ક-મને આ મામલે પીએસઆઈની ફરિયાદ લેવા આદેશ કરતા બનાવના 9 દિવસ બાદ પોલીસ ફરીયાદ નોંધાઈ છે.