વાંકાનેર: પીપળીયા રાજમાં ઉપસરપંચ પદે રસુલભાઇ ભોરણીયા વિજેતા

વાંકાનેર: તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી,જે પંચાયતોમાં પ્રથમ મીટીંગ બોલાવવામાં આવી રહી છે. આ પ્રથમ મિટિંગમાં સરપંચ પદની ચૂંટણી કરવામાં આવે છે.

આજે પીપળીયારાજ ગ્રામ પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ મીટિંગ મળી હતી જેમાં ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવી હતી. આજે આ ઉપસરપંચ ની વરણીમાં પીપળીયારાજ ના સરપંચ મહેબુબભાઇ કડીવાર તરફથી કડીવાર નજરુદિન અલીભાઈ અને વિરોધ પક્ષમાંથી ભોરણીયા રસુલભાઇ વલીભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી.

પીપળીયારાજ ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણીમાં સરપંચ તરફના ઉમેદવાર નઝરુદ્દીનભાઈ ને ત્રણ સભ્યો અને એક સરપંચનો મત મળ્યો હતો જ્યારે વિરોધ પક્ષમાં રસુલભાઈ ને છ સભ્યોના મતો મળ્યા હતા. જ્યારે એક બીનહરીફ ચૂંટાયેલા સભ્ય તટસ્થ રહયા હતા, તેમને કોઈની તરફેણ કરી ન હતી. આમ રસુલભાઈ 6 વિરુદ્ધ 4 થી ઉપસરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે. આમ પીપળીયા રાજ માં ઉપસરપંચ પદ વિરોધ પક્ષમાં ગયું છે, અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વેના સરપંચ વખતે પણ ઉપ સરપંચ પદ વિરોધ્ધ પક્ષ પાસે હતું.

આ સમાચારને શેર કરો