skip to content

આજે મોરબી જિલ્લામા 265 કોરોનાના કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ કુલ 265 કેસ નોંધાયા છે.
જેમાં સૌથી વધુ મોરબી તાલુકામાં નોંધાયા છે. મોરબી શહેરી વિસ્તારમાં 122 અને ગ્રામ્ય વિસ્તારમાં 88 મળી મોરબી તાલુકામા કુલ 210 કેસ, વાંકાનેર શહેરમાં 9 અને તાલુકામાં પણ 9 આમ વાંકાનેર તાલુકામાં18, હળવદ તાલુકામાં 14 , ટંકારામાં તાલુકામાં 15. , જ્યારે માળિયામાં 08 કેસ નોંધાયેલ છે.

તેમજ આજની તારીખે કુલ એક્ટિવ કેસ 1047 કેસ છે, તેમજ આજે 102 સાજા થતા ડીસચાર્જ કરાયેલ છે.

આજે 1758 સેમ્પલ લેવાયેલ જેમાંથી 265 પોઝિટીવ આવેલ છે, આજ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 7969 થઈ છે, જ્યારે આજ સુધીમાં સાજા થનાર ની સંખ્યા 6671 હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની એક યાદી મા જણાવવામા આવેલ છે.

આ સમાચારને શેર કરો