Placeholder canvas

રાજકોટ: એક વર્ષમાં એઇમ્સમાં PG-નર્સિંગનો અભ્યાસક્રમ શરૂ થઈ જશે…

રાજકોટની ભાગોળે એઇમ્સ હોસ્પિટલનાં નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં હાલ OPD સેવા કાર્યરત છે. સાથે જ નજીવી કિંમતે MRI અને CT સ્કેન સહિતનાં 250થી વધુ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તેમજ સપ્ટેમ્બર માસથી ઇન્ડોર પેશન્ટ માટેની સેવા શરૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત એકાદ વર્ષમાં એઇમ્સ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને નર્સિંગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવનાર છે.

હોસ્પિટલમાં ઓપીડી સેવાનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. તેમજ નજીવી કિંમતે અનેક તબીબી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. MRI અને CT સ્કેન સહિતનાં 250થી વધુ ટેસ્ટ હાલ અહીં કરવામાં આવી રહ્યા છે. જો કે, દિલ્હી એઇમ્સમાં ઘણા રિપોર્ટ તદ્દન ફ્રી કરવામાં આવે છે. પરંતુ અહીં હાલ માત્ર ખર્ચ જેટલો જ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. સમય જતા અહીં પણ દિલ્હી એઇમ્સની માફક જ પ્રાથમિક રિપોર્ટ નિઃશુલ્ક કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો