Placeholder canvas

આજે રાજ્યમાં ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે…

આજે રાજ્યમાં ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ.ત્યારે રાજ્યભરમાંથી પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 60 હજાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપશે.

રાજ્યમાં કુલ 225 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ 15 જૂનના રોજ જાહેર કરાયું હતું.

આ સમાચારને શેર કરો