Placeholder canvas

વાંકાનેર: મોટા ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણમાં આખરે ચાર મહિને ગુનો નોંધાયો.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા હોવાનું જણવી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતના નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા.

આ બાબતે દિકરીના પિતાએ આરોપીઓ સામે ખોટા સરકારી ડોક્યુમેન્ટ રજૂ કરવા અંગે ગુનો નોંધવા તા. ૧૫/૦૨/૨૦૨૩ ના રોજ પોલીસમાં અરજી કરતા શહેર પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ. છાસિયા આરોપી સામે ગુનો નોંધવા આનાકાની કરતા તેમની સામે અનેક રજૂઆતો બાદ આખરે અરજદારે ન્યાય માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતાં, જે બધા વચ્ચે આજે વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવના 4 મહિના અને 9 દિવસ પછી આરોપી યુવક-યુવતી સામે પોલીસ ફરિયાદી દાખલ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે ફરિયાદી હુશેનભાઈ ઉસ્માનભાઈ કડીવાર (રહે. મોટા ભોજપરા)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની દિકરી જસ્મીન હુશેનભાઈ કડીવાર તથા પ્રકાશ ગંગારામ મકવાણા (રહે. નવા મકનસર, મોરબી)એ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરેલ હોય, જેના પુરાવા રૂપે તેઓએ વાંકાનેર સીટી પોલીસમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. આ પુરાવા બાબતે ફરિયાદીને આ સર્ટીફીકેટ નકલી હોવાની શંકા જતા તેમણે તપાસ કરાવતા આ મેરેજ સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું હતું, જેથી ફરિયાદીએ એ બાબતે તા. ૧૫/૦૨/૨૦૨૩ ના રોજ મોરબી પોલીસ અધિક્ષકને આરોપીઓ સામે બનાવટી સરકારી ડોક્યુમેન્ટ બનાવવા અને તેને સાચા તરીકે દર્શાવી સરકારી કચેરીમાં રજુ કરવા સબબ ગુનો નોંધવા ફરિયાદ અરજી કરી હતી.

આ બાદ પોલીસ દ્વારા ગુનો નોંધવા આનાકાની કરતા ફરિયાદીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતાં, જે વચ્ચે આજે બનાવના 4 મહિના અને 9 દિવસ પછી આરોપી પ્રકાશ ગંગારામ મકવાણા અને જસ્મીન હુશેનભાઈ કડીવાર સામે આઇપીસી કલમ 466 તથા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/Fv4Uzk8H2Ig5rq8DWhAXvq

કપ્તાનનું facebook પેજ લાઈક અને ફોલો કરો…

https://www.facebook.com/kaptaannews

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો