Placeholder canvas

વિચિત્ર અકસ્માત: ટ્રક ડીવાઈડર ટપી રોંગ સાઈડમાં ટેન્કર સાથે અથડાયો ને કેબીન છૂટી પડી ગઈ એ બસ સાથે અથડાઈ..!!

માળિયા-કચ્છ નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક ડીવાઈડર પરની સેફટી જાળી તોડી રોંગ સાઈડમાં બસ આગળ જતા ટેન્કર સાથે અથડાયો હતો અને કેબીન છૂટી પડી એસટી બસ સાથે અથડાઈ હતી. જે અકસ્માતમાં ટ્રકના ચાલકનું મોત થયું હતું.

ભુજ-કચ્છના રહેવાસી મયુર મરંડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, અંજાર ડેપોમાંથી બસ લઈને તે અંજારથી ફતેપુરા રૂટમાં જવા નીકળ્યા હતા અને રાત્રિના ત્યાં પહોંચ્યા બાદ રાત્રિ રોકાણ કરીને સવારે ફતેપુરાથી અંજાર જવા નીકળ્યા હતા. ત્યારે માળિયા હાઈવે પર ટેન્કરની સાથે કચ્છથી મોરબી જતા એક ટ્રક ટ્રેઇલરમાં લોખંડ પાઈપ ભરેલી હતી. જે ડીવાઈડર પરની લોખંડની સેફટી જાળી તોડીને આગળ જતા ટેન્કરની કેબીન સાથે અથડાતા કેબીન નીકળી ગઈ હતી. જે કેબીન એસટી બસ સાથે અથડાઈ હતી.

ટ્રકના ડ્રાઈવર નૌશદખાન મોમીનખાનને બહાર કાઢી માળિયા સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા અને ટેન્કરના ચાલકને બહાર કાઢતા તેને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટ્રકના ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ટેન્કરના ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. માળિયા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી જેની તપાસ માળિયા પોલીસના સંજય બાલસરા ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો