વાંકાનેર: રાતીદેવડી ગામેથી ઇંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો
વાંકાનેર : વાંકાનેરની રાતીદેવડી ગામે પડતર જગ્યાએ છુપાવીને દારૂનું વેચાણ કરાતું હોવાની બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસની ટીમેં તે સ્થળે દરોડો પાડીને બુટલેગરને દબોચી લીધો હતો.
વાંકાનેર સીટી પોલીસને ચોકકસ બાતમી હકીકત મળેલ કે વાંકાનેરના રાતીદેવળી ગામના ગોપાલભાઈ લધુભાઈ મદ્રેસાણીયા રાતીદેવળી સીમ માં આવેલ પોતાની વાડી-ખેતર ના શેઢા નજીક પડતર જગ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડેલ છે અને તેમાંથી વેચાણ કરે છે.
આ પ્રકારની બાતમી હકીકત મળેલ જેથી પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા આરોપી ગોપાલભાઇ લધુભાઈ મદ્રેસાણીયા ઉવ-૨૩ રહે. રાતીદેવળી તા વાંકાનેરને ભારતિય બનાવટ પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની મેડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ મી લીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૧૦૬ કી ૩૯૭૫૦ ના મુદામાલ સાથે મળી આવતા મુદામાલ સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહીબિશન મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.