વાંકાનેર: માટેલ પાસેથી 30 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો 

વાંકાનેર : 31 ડિસેમ્બરે ઉજવણી માટે દારૂની હેરાફેરી થવા લાગી છે ત્યારે પોલીસ પણ છેલ્લા એક સપ્તાહથી વધુ સતર્ક બનીને દારૂના કેસ શોધી કાઢવા મેદાને પડી છે. વાંકાનેરના માટેલ નજીકથી 30 બોટલ દારૂ સાથે એક શખ્સને તાલુકા પોલીસે દબોચી લીધો છે.

વાંકાનેર તાલુકાના માટેલ ગામ પાસેથી એક પડતર ઓરડીમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વહીસ્કીની 750 એમ.એલ.ની 30 બોટલ કિંમત રૂપિયા 9000 સાથે 28 વર્ષીય મુકેશ નવઘણભાઈ ડાભીને દબોચી લીધો છે. ઝડપાયેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી દારૂ ક્યાંથી મેળવ્યો હતો એ અંગે તપાસ કરાશે.

ઉક્ત દરોડાની કામગીરીમાં વાંકાનેર તાલુકા પો.સ્ટેશનના પો.સબ. ઇન્સ. બી.ડી. પરમાર, પો. હેડ. કોન્સ. બળદેવસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, પો. કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, વિક્રમભાઈ કુગશિયા, દર્શીતભાઈ વ્યાસ તથા અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •