Placeholder canvas

ટંકારા: પીપળીયાથી ગુમ થયેલી યુવતીની લાશ ટંકારા નજીક નદીમાંથી મળી


By Jayesh Bhatashna (Tankara) . . ટંકારા : ગત તારીખ 21 ડિસેમ્બરે મોરબીના પીપળીયા ગામેથી ગુમ થયેલ યુવતીની લાશ ટંકારા નજીક નદીમાંથી મળી આવતા પોલીસે લાશને ટંકારા હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળીયા ગામે રહેતી તૃપ્તિબેન પ્રવીણભાઈ દેવમુરારી નામની 22 વર્ષીય યુવતી 21 ડિસેમ્બરે સવારે ગુમ થઈ હતી. આ દરમ્યાન 21 તારીખે ટંકારા નજીક આવેલા પેટ્રોલપંપ પાસે નદીકાંઠેથી જ ગુમ યુવતીની બેગ સહિતનો સામાન મળી આવતા ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.

પોલીસે સ્થાનિક લોકો અને તરવૈયાઓની મદદ લઇ નદી આસપાસના વહેણોમાં તપાસ હાથ ધરી હતી. તપાસની કાર્યવાહી દરમ્યાન નદી વિસ્તારની આસપાસ રહેતા શ્રમિકોની પણ પૂછપરછ હાથ ધરી ગુમ થયેલ યુવતી વિશે જાણકારી મેળવવા પ્રયાસ કરાયો હતો. જો કે, પોલીસને કોઈ ચોક્કસ કડી હાથ ન લાગતા નદીમાં તપાસ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે આજે શુક્રવારે પાંચ દિવસ બાદ ગુમ થયેલી યુવતીનો મૃતદેહ તરતી હાલતમાં નદીમાંથી મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. મૃતદેહને હાલ ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પી.એમ.ની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સમાચારને શેર કરો