Placeholder canvas

વાંકાનેર: સુરતના મર્ડર કેસનો ફરાર આરોપી વાંકાનેરમાંથી પકડાયો

અમદાવાદની સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી નાસી ગયો હતો

વાંકાનેર : સુરતના મર્ડરના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલો કેદી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થઈ ગયો હતો, સુરત પોલીસે વાંકાનેર પોલીસની મદદથી આ આરોપીને વાંકાનેરથી ઝડપી પાડ્યો છે.

મળેલ માહિતી મુજબ સુરત શહેરના ખૂન કેસનો આરોપી કલ્પેશભાઈ અશોકભાઈ લુવાણા રહે. જગદીશનગર-1, લાભેશ્વર પોલીસ ચોકી પાછળ, વરાછા, સુરતવાળો અમદાવાદની સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. તે દરમિયાન વચગાળાના જામીન મેળવ્યા બાદ આ કેદી ફરાર થઈ ગયો હતો.

ફરાર થઈને વાંકાનેરમાં છુપાયો હોવાની બાતમી મળતા સુરતના એએસઆઈ વાંકાનેર દોડી આવ્યા હતા અને તેઓએ વાંકાનેર સિટી પી.આઈ. બી.પી.સોનારા અને સ્ટાફના એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહ ઝાલાની મદદથી આ આરોપીને પ્રતાપ ચોક પાસેથી ઝડપી પાડીને સુરત પોલીસના એ.એસ.આઈ. હસમુખ મોહનભાઈને સોંપ્યો હતો.

આ સમાચારને શેર કરો