વાંકાનેર: વરડુસરમાંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી વધી ગઈ હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ માળિયા પંથકમાંથી હથિયારો સાથે ઇસમોને ઝડપી લીધા બાદ આજે એસઓજી ટીમે વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર બંદુક સાથે એક આરોપીને ઝડપી લીધો છે

મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વરડુંસર ગામની સીમમાંથી આરોપી ચતુર લઘુભાઈ વિંજવાડિયા (ઉ.વ.૪૦) રહે વરડુસર વાળા ઈસમને ગેરકાયદેસર લાયસન્સ વિના દેશી હાથ બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૧૫૦૦ સાથે ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલ, પીએસઆઈ પી જી પનારા, રસિકભાઈ કડીવાર, શેખાભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સંદીપભાઈ માવલાની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો