Placeholder canvas

લોખંડની ઈગલ લટકતું હેલિકોપ્ટર નિકળતા લોકોમાં કુતૂહલ જાગ્યું

હેલિકોપ્ટર ખાસ ઇકવિપમેન્ટ સાથે ભૂગર્ભ જળ માપવા નીકળ્યું હોવાનું ખુલ્યું

મોરબી જિલ્લાના વાંકાનેર ઉપરાંત ટંકારા અને માળીયા તાલુકાના અમુક ગામો પરથી લોખંડના એંગલ સાથે હેલિકોપ્ટર પસાર થતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જો કે આ હેલિકોપ્ટરમાં લોખંડનું એંગલ ભૂમિજળની ઊંડાઈ માપવા માટે લઇ જવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી, દેવભૂમિ દ્વારકા સહિતના પંથકમાં લોખંડના એંગલ સાથે હેલિકોપ્ટર પસાર થતું જોવા મળ્યું હતું. જેમાં હેલિકોપ્ટરની નીચેના ભાગમાં લોખંડનું એંગલ લટકાતું હોવાથી જોનારાઓમાં ભારે કૌતુક સર્જાયું હતું. લોકોએ ફોટા અને વિડિઓ ક્લિક કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જો કે આ હેલિકોપ્ટર કેન્દ્ર સરકારના જિયોલોજિકલ સર્વે વિભાગની ભૂગર્ભ જળની ઊંડાઈ માપણીની કામગીરી માટે નિકળ્યું હોવાનું ખુલ્યું હતું.

આ સમાચારને શેર કરો