Placeholder canvas

લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વધુ એક ચૂંટણી યોજાશે.

લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વધુ એક ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે, આ તમામ બેઠકો પૈકી આઠ બેઠક ભાજપ પાસે અને ત્રણ કોંગ્રેસ પાસે છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા હવે ગુજરાત ચૂંટણીના પરિણામોના આધારે ભાજપને કોંગ્રેસ પક્ષની પણ બે બેઠકનો ફાયદો મળી શકે છે. તેની પાછળ કારણ એ છે કે ભાજપના રાજ્યસભાના ત્રણ સભ્ય એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવાડિયા ઓગસ્ટ 2023માં નિવૃત્ત થશે. આ ત્રણ બેઠક જીતવામાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડે. તો બીજી તરફ, એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત થતા ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે.

એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે. ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને ત્યારે ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરીટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026 માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026 માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠકો હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.

આ સમાચારને શેર કરો