Placeholder canvas

મેઘપર ઝાલા પ્રા શાળામાં ભુતપૂર્વ વિધાર્થીઓ દ્રારા CCTV કેમેરાની ભેટ અપાઈ

શ્રી મેઘપર ઝાલા પ્રા શાળામાં ભુતપૂર્વ વિધાર્થીઓ જે હાલે સરકારી સેવામા ફરજ બજાવતા હોય શાળા માટે સી.સી.ટી.વી કેમેરાની સપ્રેમ ભેટ આપી સૌવે કુણી લાગણી વ્યક્ત કરી હતી.

અતર છાંટવાથી સુગંધ આવે એમાં નવાઈ શું? સુગંધ તો વ્યક્તિના કાર્યમાંથી આવવી જોઈએ તેમના સમર્પણમાં આવવી જોઈએ. તો આવી જ સુગંધથી મેઘપર ઝાલા પ્રા શાળાને સુવાસિત કરનાર મેઘપર ઝાલા ગામના તમામ સરકારી કર્મચારીઓ કે જે અત્રેથી શિક્ષણ મેળવી જુદી જુદી કેડરમાં સરકારી નોકરી કરી રહ્યા છે. જેના દ્વારા શાળાને સી.સી.ટી.વી. કેમેરાની ભેટ અપાઇ, જેથી શાળા અને બાળકમાં સુરક્ષા જળવાઈ રહે એ બદલ મેઘપર ઝાલા પ્રા શાળાના આચાર્ય ચિકાણી રોહિતભાઈ તથા શાળા પરીવાર તેમજ મેઘપર ઝાલા ગામ તમામ સરકારી કર્મચારીઓનો હદયપુર્વક આભાર વ્યકત કરે છે.

આ સમાચારને શેર કરો