Placeholder canvas

12 સાયન્સના પૂરક પરીક્ષાના ફોર્મ હવે 9 જૂન સુધી ભરી શકાશે


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નપાસ હોય અથવા ગેરહાજર હોય તેમને ફરીથી પૂરક પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવે છે.

પૂરક પરીક્ષા માટે 12 સાયન્સના ફોર્મ ભરવાની મુદત જે અગાઉ 5 જૂન સુધી રાખવામાં આવી હતી તે વધારીને 9 જૂન સુધી કરવામાં આવી છે.માર્ચ મહિનામાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ મે મહિનામાં આવી ચૂકયુ છે.12 સાયન્સની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોય તે વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવશે.પૂરક પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને 5 જૂન સુધી બોર્ડની વેબસાઈટ પર ફોર્મ ભરવાનું હતું.પરંતુ 5 જૂન સુધીની મુદત વધારીને હવે 9 જૂન સુધી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પૂરક પરીક્ષા માટેનું ફોર્મ પણ ઓનલાઇન ભરી શકે છે.

આ સમાચારને શેર કરો