Placeholder canvas

વાંકાનેર: ભાયાતી જાંબુડીયા નજીક ફેક્ટરીમાંથી 136 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે એક ઝડપાયો…

વાંકાનેર વિસ્તારમાં નશાની બદી બેફામ બનતા મોરબી એલસીબી ટીમનો સપાટો : રૂ. 13.62 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે એક પરપ્રાંતિય શખ્સ ઝડપાયો….

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ એક સીરામીક રિફ્રેકટરીમાંથી મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ફેક્ટરીની ઓરડીમાં રહેતા એક શખ્સને અતિ કીમતી એવા એમ.ડી. ડ્રગ્સના 13.62 લાખની કિંમતના જથ્થા સાથે ઝડપી લેતા વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમે ખાનગી રાહે બાતમી મળેલ કે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ આદિત્યરાજ રિફ્રેક્ટરીઝ નામની ફેક્ટરીની ઓરડીમાં રહેતો એક પરપ્રાંતિય શખ્સ અતિ કિંમતી અને અલભ્ય એવા એમ.ડી. ડ્રગ્સનો ખાનગી રીતે વેપાર કરતો હોય જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપી ઓમપ્રકાશ હનમાનરાજ ચૌધરી(જાટ), (ઉ.વ. 38, રહે. બાડમેર, રાજસ્થાન) ને 136 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ (કિંમત રૂ. 13,62,200), બે વજન કાંટા, એક મોબાઇલ, 50,000 રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

હાલ મોરબી એલસીબી અને એસ.ઓ.જી. ટીમ દ્વારા આ બનાવમાં આરોપીની ધરપકડ કરી આ ડ્રગ્સનો જથ્થો ક્યાંય મંગાવેલ હોય અને કોને-કોને વેચાણ કરેલ હોય તથા આ ગુનામાં કોન-કોન સંડોવાયેલ સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

આ સમાચારને શેર કરો