ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ: ખેડૂત ચિંતામાં, ઠંડી વધશે.
મોડાસા પંથકમાં કમોસમી વરસાદ:
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. તે મુજબ આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના મેઘરજ અને મોડાસા પંથકમાં સવારથી વરસાદ શરૂ થયો હતો.
અરવલ્લી જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે મુજબ આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. ત્યારે જિલ્લાના મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી અમી છાંટણા આવ્યા હતા. મેઘરજના પંચાલ, કદવાડી વિસ્તારોમાં પણ વકરસાદ ખાબક્યો છે.
ખેડા જિલ્લામાં પણ વરસાદ:
ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર શિયાળે માવઠું થયું છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. ક્યાંક સામાન્ય વરસાદ તો ક્યાંક રોડ ભીંજવી દે તેવા વરસાદથી જિલ્લાવાસીઓને ઠંડીમાં સ્વેટર અને રેઈનકોટ એમ બંન્ને પહેરવાનો વારો આવ્યો છે.
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદી ઝાપટાં: વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો, ભાવનગર, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના પથંકમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
સવારે 5 વાગે જંબુસર તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે વીજળીના ચમકારા ચાલુ… જ્યારે પંચમહાલમાં અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
કમોસમી વરસાદના કારણે ખેતીવાડીને નુકશાન થવાની સંભાવના છે. ખાસ કરીને ખેતીમાં ઘઉં, ચણા, કપાસ, જીરું, રાયળોઅને સોયાબીનના પાકને નુકશાન થવાની સંભાવના છે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાઈ રહેવાની સંભાવના છે.