વાંકાનેર બાઉન્ડરી પાસેથી વિદેશી દારૂ સાથે એક પકડાયો.
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેર બાઉન્ડરી પાસેથી વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવેલ હતી.
ગઈકાલે તા. 31 ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાના આરસામાં આરોપી ચિરાગભાઇ પ્રહલાદભાઇ મેવાડા (ઉ.વ. ૩૮, ધંધો નોકરી, રહે. કલોલ, સી. ૨૦૪, સત્સંગ રેસીડન્ટ શીધબાગ હોટલની સામે, જી. ગાંધીનગર) ની ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલાવાળી મારૂતી સેઝુકી કંપનીની એસટીમ કાર રજી. નં. જી.જે. ૦૧ એચ.એલ. ૦૧૩૯માં મેકડોવેલ ગ્રીન લેબલ અકસપર્ટ સ્પેશ્યલ વ્હિસ્કી સીલ ટુટેલ બોટલમાં આશરે ૭૦૦ એમ.એલ. ભરેલ 1 બોટલ પકડાય.
જે બોટલ નંગ. ૦૧ કિ.રૂ. ૩૦૦/- ગણી તથા હેવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોગ બીયર ૫૦૦ એમએલના સીલબંધ બીયરના ટીન નંગ ૦૨ કિ.રૂ. ૨૦૦/- ગણી તથા મારૂતી સુઝુકી કંપનીની એસટીમ કાર રજી.ન્;. જી.જે. ૦૧ એચ.એલ. ૦૧૩૯ કિ.રૂ. ૪૦૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૪૦૫૦૦/- ના મુદામાલ સાથે વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જાની કારમાં હેરાફેરી કરવાના ગુના માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી. આ બનાવમાં પોલીસે ધોરણસરની અટક હાથ ધરી છે.