વાંકાનેર : હેં મારી માઁને વીછણ કેમ કહે, વિછણ કહેનાર પર હુમલો.
વાંકાનેર : વાંકાનેરમાં મારી માતાને વીછણ કેમ કીધી તેમ કહીને બોલાચાલી કરીને યુવાનને ચાર શખ્સે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે યુવાનની ફરિયાદ પરથો ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાગરભાઇ કેશુભાઇ દેત્રોજા ઉવ.૨૩ રહે નવા રાજાવડલા, હનુમાનજીના મંદીર વાળા શેરીમાં વાંકાનેર વાળાએ અજયભાઇ ગોરધનભાઇ દેત્રોજા તથા દીવ્યેશભાઇ ગોરધનભાઇ તેમજ પ્રકાશભાઇ કેશુભાઇ અને ચંદ્રીકાબેન ગોરધનભાઇ રહે બધા નવા રાજાવડલા તા.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી હતી.
ગઈકાલ તા.૩૧ ના રોજ નવા રાજાવડલા ગામે ફરીયાદી તથા તેમના પત્ની પોતાના ઘર પાસે શેરીમાં હતા. ત્યારે આરોપી ચંદ્રીકાબેન ફરીયાદીના ઘર પાસે શેરીમાં જઇ કહ્યું હતું કે, મારી માં ને વીછણ શું કામ કીધી તેવું ઉપરાણુ લઇને ઝઘડો કર્યો હતો.
આરોપી અજય ગોરધન હાથમાં ધોકો લઇ આવી તથા દીવ્યેશ ગોરધન તથા પ્રકાશ કેશુએ ફરીયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી અજયે ફરીયાદીને માથામાં ધોકો મારી ઇજા કરી ચારેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ પુજાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…