વાંકાનેર: અંગ્રેજી દારૂ સાથે એક પકડાયો
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા આશીર્વાદ પેટ્રોલપંપ પાછળના રસ્તેથી વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.
ગઈકાલે તા. 31 ડિસેમ્બરના રોજ બપોરના સમયે વાંકાનેરના આશીર્વાદ પેટ્રોલપંપ પાછળના રોડ પરથી આરોપી અલ્પેશભાઇ તુલશીભાઇ અઘારા (અનું. જાતી, ઉ.વ. ૩૦, ધંધો મજુરી, રહે. મીલપ્લોટ સહકારી મંડળીવાળી શેરી)ને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાતીય અંગ્રેજી દારૂની PARTY SPECIAL DELAXE WHISKY ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૦૨ કી.રૂ. -૫૦૦/- ને વેચાણ અર્થે રાખવાના ગુના માટે પકડી પાડવામાં આવેલ હતો. પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.