વાંકાનેરમાં યુવા ભાજપ દ્વારા રનફોર મેરેથનનું આયોજન કરવામાં આવ્યું

વાંકાનેરમાં આજે રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સપ્તાહના ભાગરૂપે રન ફોર મેરેથનનું આયોજન વાંકાનેર ખાતે યુવા ભાજપ મોરચા દ્વારા કરવામાં આવ્યું.

રન ફોર મેરેથનમાં કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લીલી જંડી આપીને દોડ શરૂ કરવામાં આવી, જેમાં વાંકાનેરના ૧૨૦ વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, રન ફોર મેરેથનનો રૂટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુએથી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી અને અમરસિંહજી બાપુના સ્ટેચ્યુએથી વિવેકાનંદ સ્ટેચ્યુ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ ત્રણ નંબરને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં કે.કે.શાહ હાઈ સ્કુલ, વી,એસ,શાહ સાયન્સ સ્કુલ, દોશી કોલેજ અને અમરસિંહજી હાઇસ્કુલ ના ૧૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો,

આ કાર્યક્રમમાં કેસરીદેવસિંહજી ઝાલા, અમરશીભાઈ મઢવી, પ્રજ્ઞાબા ઝાલા, કિરણબેન ચાપબાઈના, અમિતભાઈ શાહ, હિરેનભાઈ ખીરૈયા, નરેશભાઈ પરમાર, જયેન્દ્રસિંહ ઝાલા, નિતેશભાઈ પાટડીયા, ઋષિરાજસિંહ ઝાલા, હરેશભાઇ મદ્રેસાણીયા, કિશોરસિંહ ઝાલા, હિમાંશુભાઈ ગેડિયા ઉપસ્થિત રહ્યા હતા,

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. યોગેશભાઈ ચાવડા દોશી કોલેજના પીટી શિક્ષકે મહત્વનો ફાળો આપ્યો હતો,આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવેલ હતું.

આ સમાચારને શેર કરો