Placeholder canvas

રાણેકપર પ્રાથમિક શાળામાં બાલમેળા આને વિવિધ સ્પર્ધા નું આયોજન કરાયું.

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત બાલમેળા અને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંકાનેરની રાણેકપર શાળામાં બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત અને ઉત્સાહ વધે તે હેતુથી આગાખાન સંસ્થા દ્વારા બાલમેળો અને વિવિધ સ્પર્ધાનું આયોજન થયું. જેમાં ધોરણ 1 અને 2 ના બાળકો માટે સંગીત ખુરશી, ધોરણ 3 થી 5 ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને લેફ્ટ રાઈટ ગેમ, ધોરણ 6 થી 8 ના બાળકો માટે ચાર્ટ એક્ટિવિટી અને તહેવાર પ્રસંગે પૂજાની થાળી શણગારવી જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હાર્દ ટ્રેડિશનલ ડ્રેસ ફેસ્ટિવલ રહ્યો. અને સાંજે બહેનો માટે ખાસ કાર્યક્રમ યોજાયો. જેમાં બાળકોએ હોસે હોસે ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ વિજેતા બાળકોને ઇનામથી નવાજવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા આગાખાન સંસ્થાના નિશાબેન શેરસિયા અને આકીબભાઈ ખોરજીયા તથા શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત એ ખૂબ જહેમત ઉઠાવી હતી. બાળકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈ શાળાના તમામ શિક્ષકો અને વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા…

આ સમાચારને શેર કરો