Placeholder canvas

વાંકાનેર આનંદો !! મચ્છુ ૧ ડેમ છેલ્લોછલ…

વાંકાનેર: શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે 100 ટકા ભરાઈ ગયો છે જેને પગલે મોરબી અને વાંકાનેર તાલુકાના 22 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

વાંકાનેરના જલસીકા ગામ પાસે આવેલ મચ્છુ ૧ ડેમ છલોછલ ભરાય ગયો છે, મચ્છુ ડેમની કુલ સપાટી 49 ફૂટની છે અને ડેમની હાલની જળ સપાટી પણ 49 ફૂટ છે. આમ મચ્છુ ૧ ડેમ છલોછલ ભરાઈ ગયો છે. હાલમાં 1991 ક્યુસેક પાણીની આવક છે, ડેમ હાલ છલોછલ ભરાય ગયો છે, ઓવરફ્લો થતો નથી. કેમકે જેટલી આવક છે એટલી આવક પવનના કારણે મોજા દ્વારા બહાર નીકળી જાય છે.

જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મચ્છુ ૧ ડેમ છલ્લોછલ ભરાઈ ગયો છે, તેવી સતાવાર જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ઓવરફલો થતો નથી. હાલમાં પાણીની આવક ખૂબ જ ઓછી છે અને પવનના કારણે પાણીના મોજા ડેમની પાળી પરથી વહી રહ્યા છે. જો હકીકતમાં ઓવરફળોનો જે નજારો છે એ નજારો હાલમાં નથી હવે ઉપરવાસમાં વરસાદ થાય તો મચ્છુ ડેમનો ઓવરફલોનો નજારો જોવા મળી શકે…

મચ્છુ ૧ ડેમ ભરાય જતાં મચ્છુ ૧ ડેમના હેઠવાસમાં આવતા ગામોને સાવચેતી રાખવા તેમજ નદીના કાંઠે અને નીચાળ વાળા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે જતું રહ્યું અને નદીના પટમાં ઢોરઢાખરને જવા ન દેવાની સૂચના તંત્ર દ્રારા આપવવામાં આવી છે. કેમ નીચે આવતા ગામોની નીચે મુજબના છે.

જેમાં વાંકાનેર તાલુકાના ધમલપર, ઢુવા, ગારીયા, હોલમઢ, જાલસીકા, કેરાળા, લુણસરિયા, મહિકા, પાજ, પંચાસર, પંચાસીયા, રાણેકપર, રસિકગઢ, રાતીદેવડી, વઘાસીયા, વાંકાનેર અને વાંકિયા સહિતના 18 ગામો તેમજ મોરબી તાલુકાના અદેપર, લખધીરનગર, લીલાપર અને મકનસર એમ 4 ગામો મળીને કુલ 22 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

આ સમાચારને શેર કરો