Placeholder canvas

વાંકાનેર માર્કેટ યાર્ડને ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર ન ફાળવવુ એ ખેડૂતોને અન્યાય -એપીએમસી ચેરમેન

વાંકાનેરના ખેડૂતોએ ટંકારા સુધી જવું પડશે તેવી રાવ સાથે કૃષિ મંત્રી તથા ગુજકોમાસોલને રજુઆત

વાંકાનેર : ગત વર્ષે સરકાર દ્વારા પુરવઠા વિભાગના માધ્યમથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી.જેમાં 300 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી.સરકાર દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી વાંકાનેર (માર્કેટ યાર્ડ વાંકાનેર) ખાતે ખરીદી કેન્દ્ર ઉભું કરી ખેડુતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી.પરંતુ ચાલુ વર્ષ વાંકાનેર તાલુકાના 706 ખેડુતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે નોંધણી કરાવી હોવા છતા માર્કેટયાર્ડ વાંકાનેર દ્વારા ખરીદી કેન્દ્રની માંગણી કરી હોવા છતા ચણા ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યુ નથી.આ અંગે યાર્ડ ચેરમેને કૃષિ મંત્રી તથા ગુજકોમાસોલને રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૦–૨૧ માં સરકાર દ્વારા પુરવઠા વિભાગના માધ્યમથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી.તે સમયએ વાંકાનેર તાલુકા (જી.મોરબી) માં આશરે ૩૦૦ ખેડુતોએ નોંધણી કરાવેલ અને સરકાર દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી વાંકાનેર (માર્કેટ યાર્ડ વાંકાનેર) ખાતે ખરીદી કેન્દ્ર ઉભું કરી ખેડુતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી.વર્ષ ૨૦૨૧-૨૨માં સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદવાની જવાબદારી સહકારી સંસ્થા ગુજકોમાસોલને સોપવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લામાં માર્કેટ યાર્ડ મોરબી ખાતે મોરબી અને માળીયા તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે માર્કેટ યાર્ડ હળવદ ખાતે હળવદ તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે તેમજ અંજતા જીનીગ મીલ ટંકારા ચોકડી ખાતે ટંકારા અને વાંકાનેર તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે એમ કુલ ૩ ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.અગાઉ ગુજકોમાસોલને પત્ર લખી માર્કેટ યાર્ડ વાંકાનેર ખાતે ખરીદી કેન્દ્ર ઉભુ કરી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માંગણી કરી હતી.ગત વર્ષ વાંકાનેર તાલુકાના આશરે ૩૦૦ ખેડુતોએ નોંધણી કરાવી હતી અને પુરવઠા વિભાગ દ્વારા માર્કેટ યાર્ડ વાંકાનેર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી.

પરંતુ ચાલુ વર્ષ વાંકાનેર તાલુકાના 706 ખેડુતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે નોંધણી કરાવી હોવા છતા માર્કેટ યાર્ડ વાંકાનેર દ્વારા ખરીદી કેન્દ્રની માંગણી કરી હોવા છતા ચણા ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યુ નથી.ટંકારા ખાતે માર્કેટ યાર્ડ ન હોવા છતા પ્રાઈવેટ જગ્યામાં ખરીદી કેન્દ્ર ફાળવેલ છે,જયારે વાંકાનેર ખાતે માર્કેટ યાર્ડ હોવા ખરીદી કેન્દ્ર ફાળવેલ નથી.જે સરકારની ગાઈડલાઈનનો ભંગ છે.વાંકાનેરના છેવાડા ગામોના ખેડૂતોને ૫૦ કિ.મી થી વધારે અંતર કાપી વધારાનો ખર્ચ કરી ટંકારા ખાતેના કેન્દ્રમાં પોતાના ચણા વેચવા જવા પડશે.પરીણામ સ્વરૂપે સરકારની આ યોજનાનો વાંકાનેર ખેડુતોને યોગ્ય લાભ મળશે નહી.જે વાંકાનેરના ખેડૂતોને હળાહળ અન્યાય છે.જો માર્કેટ યાર્ડ હળવદ અને માર્કેટ યાર્ડ મોરબીને ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે તો ખેડુતોના હીતમાં વાંકાનેર માર્કેટ યાર્ડ ને પણ ખરીદી કેન્દ્ર ફાળવવુ જોઈએ.

માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનું ખરીદ કેન્દ્ર તાત્કાલીક આપવા અંગે કૃષિમંત્રી ગુજરાત રાજય તથા ચેરમેન ગુજકોમાસોલને ચેરમેન માર્કેટયાર્ડ શકીલ પીરઝાદાએ લેખીત રજુઆત કરી છે.ઉપરાંત આ અંગે મોરબી કલેકટર, મોરબી જીલ્લા ખેતીવાડી અધીકારી તથા મોરબી જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓને રુબરુ મળી રજુઆતો કરી છે.

આ સમાચારને શેર કરો