5 રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ, ભાજપ મૌજમાં, આપ જોશમાં અને કોંગ્રેસ કોમામાં !!

પાંચ રાજયોની ચૂંટણીના ગઇકાલે જાહેર થયેલા પરિણામમાં ઉતરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મજબૂત ભગવો લહેરાયો છે તો પંજાબમાં તોતીંગ બહુમતી સાથે આમ આદમી પાર્ટીએ ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપને પણ ઝટકો આપ્યો છે. હવે ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે નવા રાજકીય સમીકરણો ઉભા થવા લાગ્યા છે.

આ વિજય બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખુશી ઉજવવામાં ભાજપ પ્રથમ ક્રમે રહ્યો છે, પરંતુ કોંગ્રેસ બીજા ક્રમે પણ નથી અને આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધે તેવું ચિત્ર છે. સૌરાષ્ટ્રના જિલ્લા, તાલુકા, શહેરો, ગામડાઓમાં ભાજપના કાર્યકરોએ આતશબાજી અને મીઠાઇ સાથે ઉજવણી કરી હતી. હળવદ, જામજોધપુર, મોરબી સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટીએ પણ ફટાકડા ફોડીને પોતાના ઇરાદા દેખાડયા છે. આથી આગામી ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ જેટલી જ ચિંતા આપની થાય તેવું બની શકે છે. હાલ તો કોંગ્રેસ વધુ નિરાશ થઇને ખુણામાં બેસી ગયું હોવાનું મતદારો જોઇ રહ્યા છે.

આ જોતા એવું લાગે છે કે પાંચ રાજયોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામ બાદ અને ગુજરાતની ચૂંટણી પૂર્વે ભાજપ મોજમાં, આપ જોશમાં અને કોંગ્રેસ કોમામાં છે.

આ સમાચારને શેર કરો