Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાએ બનાવેલા સીસીરોડનું કામ સાવ નબળુ થાય છે.-ધારાસભ્ય

વાંકાનેર: નગરપાલિકામાં વહીવટદાર શાસનમાં સીસીરોડની નબળી કામગીરી થઈ હોવાની સંકલન બેઠકમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાથી શહેરના રસ્તા અત્યંત નબળા બન્યા હોવાનો આક્ષેપ કરી ધારાસભ્ય સોમાણી સંકલન સમિતિમાં કહ્યું હતું. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉછાળ્યો હોવ છતાં કોઇ પગલાં લેવાયા નથી.

વાંકાનેર શહેરની નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી હોય જે તે સમયે વહીવટદાર શાસનમાં શહેરના માર્ગો પર સીસી પેવરની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવતી હોવાથી યોગ્ય લાઈન લેવલ જળવાતું ન હોવાની તેમજ અત્યંત નબળી કક્ષાની કામગીરી કરવામાં આવતી હોવાના આરોપ સાથે વાંકાનેરના ધારાસભ્ય સોમાણીએ આ અંગે ગત તા. ૭.૧૦.૨૦૨૩ નાં રોજ પાલિકાના વહીવટદારને પત્ર લખીને ધ્યાન દોર્યું હતું અને સીસી રોડની કામગીરી બંધ કરી આ કામગીરી ઓન લાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા કરી મજૂરી કામ કરાવવા તેમજ માલ સામાન નગરપાલિકા દ્વારા ખરીદી કરી રોડના કામો કરાવવામાં આવે તો પાલિકાને આર્થિક ભારણ ન પડે અને કામની ગુણવતા જળવાઈ રહેશે. તેવું સુચન કરયું હતું આમ છતાં કામગીરી અટકાવવામાં આવી ન હતી. જેના પગલે ૧૮ જાન્યુઆરીના રોજ મોરબી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પણ સોમાણીએ કલેકટરને પત્ર લખીને જણાવ્યું હતું કે વાંકાનેર નગરપાલિકા દ્વારા વહીવટી શાસનમાં ચાલતા સીસી રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે. તેની ગુણવતા અત્યંત નબળી હોય વહીવટદાર આ તમામ કામોમાં નબળા પુરવાર થયેલા છે. તેવું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં કોઈ જ પગલાં લેવાયા નથી.

કામનું આકલન જરૂરી

ધારાસભ્ય સોમાણીએ કલેક્ટરને પત્ર લખી જાણ કરી હતી કે વહીવટી શાસન પહેલાના કામો અને વહીવટદાર શાસનમાં ચાલતા કામની તપાસ કરવામાં આવે તો જમીન આસમાનનું અંતર દેખાશે તો આ બાબતે યોગ્ય તપાસ કરી રિપોર્ટ કરવા અનુરોધ કરાયો હતો. તેમ છતાં આ સુચનની ઉપેક્ષા કરી સીસી રોડની કામગીરી પૂરી કરી દેવાઈ હતી. હવે જ્યારે નબળા કામ છાપરે ચડીને પોકારી રહ્યા છે.

આ સમાચારને શેર કરો