Placeholder canvas

વાંકાનેર: માટેલ રોડ પર આવેલ પેપર મીલમાં ઉંચાઇ ઉપરથી નીચે પડી જતાં યુવાનનું મોત.

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ પેપર મીલમાં ભંગાર કાપવાનું કામ કરતો‌ યુવાન કામ કરતા ઉંચાઇ ઉપરથી નીચે પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ બેલોના પેપર મીલ નામના કારખાનામાં રહી કામ કરતાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આસ મોહમદ શૌકીન સૈફી (ઉ.વ. 25) નામનો યુવાન ગઈકાલે પેપર મીલમા ભંગાર કાપવાનું કામ કરતો હોય, ત્યારે ઉંચાઈ ઉપરથી નીચે પડી જતા તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ સમાચારને શેર કરો