Placeholder canvas

વાંકાનેરમાં ધો.10 અને 12ના કેટલા વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ? જાણવા વાંચો.

વાંકાનેર : ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે સોમવાર (11 માર્ચ 2024)થી શરુ થઈ છે. જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.20 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે. જ્યારે વાંકાનેરમાં બોર્ડની પરીક્ષામાં કુલ 2970 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

બોર્ડ પરીક્ષામાં 2.95 લાખ રિપીટર વિદ્યાર્થીઓ બેસશે

ગુજરાત બોર્ડજ પરીક્ષામાં આ વર્ષે 10માં ધોરણમાં 9.20 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જેમાંથી 1.65 લાખ રિપીટર વિદ્યાર્થી છે. આ ઉપરાંત 12માં કોમર્સ સ્ટ્રીમમાં 4.90 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જેમાંથી 75 હજાર રિપીટર સ્ટૂડેન્ટ્સ સામેલ છે. આવી જ રીતે 12માં સાયન્સ પરીક્ષામાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. તો વળી ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 73 કેદી અને 12માં ધોરણની 57 કેદી સહિત કુલ 130 કેદીઓ ચાર જેલમાં બોર્ડની પરીક્ષાના સેન્ટર બનાવ્યા છે.

જ્યારે આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં વાંકાનેરમાં ધોરણ 10માં 1350 વિધાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1320 વિધાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાત બોર્ડની 10માં ધોરણની પરીક્ષાનો સમય સવારે 10.00 વાગ્યાથી બપોરના 1.15 વાગ્યા સુધી રહેશે. 12માં ધોરણ કોમર્સ સ્ટ્રીમની પરીક્ષાનો સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10.30 વાગ્યાથી 1.45 વાગ્યા અને બપોરનો સમય 3.00થી 6.15 સુધીનો રહેશે. આવી જ રીતે સાયન્સ સ્ટ્રીમ ધોરણ 12ની પરીક્ષાનો ટાઈમ 11 માર્ચથી શરુ થશે જે 22 માર્ચ સુધી રહેશે. તેનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજના 6.30 સુધી રહેશે.

વાંકાનેર માનવસેવા મહિલા પરિવાર દ્વારા આ વર્ષે ધોરણ 10 માં 11 માર્ચથી શરૂ થતી બોર્ડની જાહેર પરીક્ષામાં પ્રથમ વખત પરીક્ષા આપતા ડડC ના શ્રીમતી એલ.કે સંઘવી 138 , શ્રી કે કે.કે શાહ કેન્દ્રના ૩૦૦ મો હે જે ગર્લ્સના 360 અને નિર્મલા કોન્વેન્ટ કેન્દ્રના 360 એમ કુલ મળીને 1158 વિ ઓ ને દરેક કેન્દ્ર પર જઈને સુંદર મજાની પેન ,ફાઇવસ્ટાર અને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું અને પ્રથમ વખત પરીક્ષા આપતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને માનવતા મહિલા પરિવારના વાંકાનેર ના બહેનો દ્વારા હૃદય પૂર્વકની શુભકામનાઓ પાઠવી કારકિર્દી ક્ષેત્રે પ્રગતિ કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે શ્રીમતી એલ કે સંઘવી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી ઓને નાગરિક બેંક દ્વારા તેમજ વિદ્યાભારતી ટ્રસ્ટ, શ્રી યુવા સંગઠના ટ્રસ્ટ દ્વારા પણ ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ દિવ્યાંગ બાળકોને સ્ટેન્શરી કીટ ચેતનાબેન મહેતા તરફ્થી આપવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો