Placeholder canvas

કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરાયેલ નેઝલ વેક્સિન પર 5% જીએસટી, 1000માં પડશે…

ભારત સરકાર કોરોના વાયરસને લઈને એલર્ટ પર છે. સરકારે ગયા અઠવાડિયે નેઝલ વેકસીનને મંજૂર કરી હતી. ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થશે. જ્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નાકની રસી ( નેઝલ વેક્સિન ) ની કિંમત એક હજાર રૂપિયા હોઈ શકે છે. જેમાં રસીની કિંમત રૂ.800 થશે. નોંધનીય છે કે, GST અને હોસ્પિટલ ચાર્જ સહિત તે 1000 રૂપિયામાં ઉપલબ્ધ થશે. 

ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ રસી iNCOVACCને ગયા અઠવાડિયે જ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે, આ રસીની કિંમત 800 રૂપિયા હશે અને તેના પર પણ સરકાર દ્રારા 5 ટકા GST વસૂલવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર જાન્યુઆરીના અંત સુધીમાં તે એવા લોકો માટે ઉપલબ્ધ થશે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

આ સમાચારને શેર કરો