Placeholder canvas

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે ખુશ ખબર! GPSCએ 7 પરીક્ષા માટે જાહેર કર્યું કેલેન્ડર.

ગાંધીનગર: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આજે એક ખુશખબર છે. GPSCએ સાત પરીક્ષા માટે પોતાનું કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં 8 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી પ્રાથમિક કસોટીઓ યોજવાની જાહેરાત કરી છે, જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશપત્ર આજથી ડાઉનલોડ કરી શકાશે. 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે. GPSCએ જે સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે તેમાં વર્ગ એક-બે ની પરીક્ષા આઠ જાન્યુઆરીએ લેવાશે અને કાયદા અધિકારી, ક્યુરેટર અને ગુજરાત ઇજનેરી સેવાની 22 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2 અને ઇજનેરી સેવાની પાંચ ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે. પ્રવેશ પત્ર આજથી ડાઉનલોડ કરી શકાશે.

આ સમાચારને શેર કરો